સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th October 2021

પડધરી યુવા ભાજપ દ્વારા ૧૦૦ કરોડ વેકિસન ડોઝની ફટાકડા ફોડીને ઉજવણી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા.૨૬ : યુવા ભાજપ દ્વારા ૧૦૦ કરોડ વેકસીન ડોઝની પડધરી મેઇન રોડ દરવાજા પાસે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પડધરી તાલુકા યુવા ભાજપ પ્રમુખ ડો.ભગીરથસિંહ જાડેજા, મહામંત્રી વિરમભાઇ ધ્રાંગીયા, ઉપપ્રમુખ ચિરાગભાઇ તળપદા, કિશનભાઇ મિયાત્રા, શ્યામરાજસિંહ જાડેજા, નિખિલભાઇ, સહદેવસિંહ હેરમા, પડધરી તાલુકા યુવા ભાજપ મોરચા ટીમ તેમજ પડધરી ટંકારા પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, ડો.વિજયભાઇ પરમાર, અજીભાઇ ડોડીયા, પ્રવિણભાઇ હેરમા, મનોજભાઇ પેઢડીયા, રજનીભઇ ડોડીયા, રામદેવસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત હતા.

(12:44 pm IST)