સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th October 2021

જામનગરનાં ગોરધનપરમાં અજાણ્યાં મોટરસાયકલ ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત

(મુકુંદ બદિયાણી દરા) જામનગર, તા.૨૬: સિકકા પોલીસ સ્ટેશનમાં ગીતાબેન ખનાભાઈ બદાભાઈ પરમાર, ઉ.વ.પ૦, રે. ગોરધનપર ગામ, શહિદ રમેશ પેટ્રોલ પંપ પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ–૧૦–ર૧ના ખંભાળીયા જામનગર હાઈ–વે રોડ, ગોરધનપર ગામ લહેર તળાવના ગેઈટ સામે રોડ પર ફરીયાદી ગીતાબેનના સાસુ સમજુબેન બદાભાઈ પરમાર જામનગર લસણ વેચી ઘરે પરત જતા લહેર તળાવ સામે ઉતરી રોડ ક્રોસ કરવા જતા ખંભાળીયા જામનગર હાઈવે રોડ પર અજાણ્યા એકટીવા મોટરસાયકલ ના ચાલકે પોતાનું મોટરસાયકલ પુર ઝડપે બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી સમજુબેનને ઠોકર મારી રોડ ઉપર પછાડી દેતા માથામાં ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી નાશી જઈ ગુનો કરેલ છે.

શાપરના પાટીયા પાસે દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ–૧૦–ર૧ના શાપર  પાટીયા થી શાપર ગામ તરફ જતા રોડ પર આ કામના આરોપી રમેશભાઈ હીરાભાઈ ખીંટ, લખમણભાઈ મેપાભાઈ ગળચર એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જાના વાહન બોલેરો પીક–અપ રજી.નં.જી.જે.૧૦–ટી.ટી.–૧ર૯૩ માં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલો નંગ–૬૦૦, કિંમત રૂ.૩,૦૦,૦૦૦/– તથા બોલેરો પીકઅપ ગાડી કિંમત રૂ.૩,પ૦,૦૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૪, કિંમત ૬પ૦૦/– મળી કુલ રૂ.૬,પ૬,પ૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અરલા ગામે મોટરસાયકલની ચોરી

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચંદુભાઈ મોહનભાઈ મકવાણા, ઉ.વ.૪ર, રે. અરલા ગામ, તા.કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧૦–ર૧ના અરલા ગામે ફરીયાદી ચંદુભાઈએ પોતાના ઘરની બહાર પોતાનું કાળા કલરનંુ હિરો સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–ડી.જી.–૮૩૬૪ વાળું કિંમત રૂ.૩૦,૦૦૦/– નું કોઈ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

લાલપુરમાં દારૂની બોટલ સાથે ઝડપાયો

જામનગર : લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. બળભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે તા.રપ–૧૦–ર૦ર૧ ના ઘંઉના ગોડાઉન ની બાજુમાં આવેલ ભુગર્ભ પાણીના ટાકા પાસે લાલપુરમાં આરોપી હસમુખભાઈ ઉર્ફે હકો મગનભાઈ સાદરીયા, ઉ.વ.૪પ, રે. લાલપુરવાળો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ટ્રેન હડફેટે વૃઘ્ધનું મોત

જામનગર : અહીં ગોકુલનગર સાયના ગલી શેરી નં.૩/સી, જામનગરમાં રહેતા મેહુલભાઈ રમેશભાઈ માલવીયા, ઉ.વ.૩ર, એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તા.રપ–૧૦–ર૧ ના આ કામે મરણજનાર રમેશભાઈ ડાયાભાઈ માલવીયા, ઉ.વ.પ૮, રે. ગોકુલનગર સાયના ગલી શેરી નં.૩/સી, જામનગરવાળા ગોકુલનગર સાંઢીયા પુલ પાસે રેલ્વે પાટા પર ટ્રેન હડફેટે આી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા શરીરે છોલછાલ થતા મરણ થયેલ છે.

(12:43 pm IST)