News of Monday, 26th September 2022
આટકોટ પાસે આઇસર પલ્ટી ગયુઃ આટકોટ
ભાવનગર હાઇવે પેટ્રોલ પંપ પાસે આઈસર પલ્ટી ખાઇ ગયું મોટી જાન હાની થઈ ન હતી બાજુમાં૧૧ કેવી પંચાલ ફીડર વીજ પુરવઠો લાઈન નિકળતી હોય સહેજ થાંભલા સાથે અથડાતા રહીં ગયું મોટી ધટના અટકી હતી. જો આઇસર થાંભલા સાથે અથડાયું હોય તો મોટી ધટના બની હોત પણ રામ રાખે તેને કોણ ચાખે. આઇસર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પલટી ગયું હતું ચાર વ્હીલ ઉપર રહ્યા હતા. ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા વાડીમાં પડ્યું હતું હજુ કાલે ખારચીયા પાસે એક આઈસર રોડ નીચે ઉતરી ગયું હતું આજે આટકોટ પાસે પલ્ટી ખાઇ ગયું હતું વીજપુરવઠો થાંભલા સાથે જો આઇસર ત્રણ ફૂટ જેટલું છેટું રહ્યું હતું જેથી મોટી ધટના બનતા અટકી હતી. (તસ્વીરો : કરશન બામટા આટકોટ)
(12:38 pm IST)