સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th September 2022

આટકોટમાં બેફામ ખનીજ ચોરી છતા તંત્ર બેદરકાર

 આટકોટ :  કૈલાસનગર વિસ્તારમાં ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ખાણ ખનીજ ચોરી થાય છે અને ગૌચરની જમીન ખોદી જેની માટીની ઉઠાંતરી કરી રહ્યા છે છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી  પંચાયત દ્વારા હવે નોટિસ મરાયું છે. કોઈ એ માટી મોરમ લેવી નહીં નહીંતર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પણ હવે માટીની ચોરી દીવસે બંધ કરી ને રાત્રે ચાલું કરી. બેફામપણે ખનીજ ચોરી થાય છે હવે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું.  ખાણ ખનીજ શાખા દ્વારા પગલાં ભરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું. ટીડીઓ સહીત અધીકારીઓને ધટના સ્થળે દોડી ગયા હતા સહિત ધટના સ્થળેની મુલાકાત કરી હતી. કૈલાસનગર વિસ્તારમાં ગૌચરની જમીનમાં ખોદી નાખી ટાસ ભરી લેવામાં આવ્યો હતો. તંત્ર કોની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરશે.   (તસ્વીર -અહેવાલ : કરશન બામટા આટકોટ)

 

(12:37 pm IST)