News of Monday, 26th September 2022
જામનગરમાં ચોર ટોળકીને મેથીપાક : બે ચોર ઝડપાયા
જામનગર : જિલ્લાના જસાપર ગામમાં ચોરી કરતી ટોળકીને સ્થાનિકોએ પડકી પાડી હતી.આ ગેંગના મહિલા સહીત ૬ શખ્સો ચોરીના ગુન્હાને અંજામ આપતા હતા. જેમાંથી એક મહિલા અને એક શખ્સ સહીત ૨ ને લોકોએ પકડી સરભરા કરી હતી. ગ્રામજનોએ મહિલા અને આરોપી પુરુષને વૃક્ષ સાથે બાંધ્યા હતા. જ્યાં ગ્રામજનોએ મેથીપાક ચખાડીને બંનેને પોલીસને સોંપ્યા હતા.
(12:15 pm IST)