વડિયાના તોરીના વેદાંત કોટડીયાએ સૈનિક સ્કૂલ બાલાચડીની upscની પરીક્ષા પાસ કરી ગૌરવ વધાર્યું
(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા તા.૨૪ : અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયાના નાનકડા એવા તોરી ગામના પત્રકાર વિનુભાઈ કોટડીયાના પરિવાર નો વેદાંત પરેશભાઈ કોટડીયા નામનો યુવાન પ્રાથમિક શિક્ષણ થી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી ને સૈનિક સ્કૂલ બાલાચડીમાં અભ્યાસ અર્થે ગયો હતો. શરૂઆત થી જ ઉચ્ચ સ્વપ્ન જોઈ પોતાના લક્ષ ને પામવા માટે રાતદિવસ મહેનત કરી ને હાલ સૈનિક સ્કૂલ બાલાચડી મારફત લેવાયેલી upsc ની પરીક્ષા પાસ કરીને તે સમગ્ર સ્કૂલ, અમરેલી જિલ્લો અને તોરીગામ નુ ગૌરવ બનતા અભિનંદન સાથે સમગ્ર વડિયા વિસ્તાર મા ગૌરવ ની લાગણી જોવા મળી રહી. આ યુવાન છેલ્લા થોડા સમયમાં યોજાયેલ મેરેથોન દોડ, એનસીસી,ખેલ મહાકુંભ, સ્કૂલ કેપ્ટન,રાષ્ટ્રીય પરેડ વગેરેમા પણ આગળ પડતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે આજના બાળકો માટે તે એક - પ્રેરણા રૂપ ઉદાહરણ બનતો જોવા મળી રહ્યો છે.