સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th September 2021

મોરબી શહેરમાં ગાજવીજ અને મેઘગર્જના સાથે એક ઇંચ વરસાદ

બપોરે બે કલાકમાં મોરબીમાં ૨૬ મીમી એટલે કે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો: અનેક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો

મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે સવારથી વરસાદી માહોલ બાદ બપોરે વીજળીના કડાકા અને ભડાકા તેમજ ભારે મેઘગર્જના સાથે વરસાદનો પ્રારંભ થયો હતો બપોરના સુમારે વરસાદ શરુ થતા જ શહેરના અનેક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો
મોરબી શહેર ઉપરાંત ઘૂટું, લાલપર, મહેન્દ્રનગર પંથકમાં વરસાદ વરસ્યો હતો મોરબી શહેરમાં સાવસર પ્લોટ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ અને સામાકાંઠે કલેકટર કચેરી સહિતના વિસ્તારમાં વરસાદ શરુ થયો હતો અને બપોરે બે કલાકમાં મોરબીમાં ૨૬ મીમી એટલે કે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

(10:23 pm IST)