સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th September 2021

લ્યો....બોલો...!! મોરબીમાં તંત્ર સફાઈ માટેનું મશીન લાવ્યા પરંતુ ટેસ્ટીંગ જ ફેલ ?

રસ્તાની સફાઈ થવાને બદલે મશીનમાંથી ધૂળ નીકળી.

મોરબી શહેરને ધૂળિયા શહેરની ઉપમા પણ આપવામાં આવી છે કારણકે મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ધૂળ ઉડતી જોવા મળે છે ત્યારે મોરબી નગરપાલીકા દ્વારા આધુનિક ટેકનોલોજીની મદદથી રોડના સફાઈ માટેનું મશીન ટેસ્ટીંગ માટે લાવવામાં આવ્યું હતું જોકે ટેસ્ટીંગ સમયે રોડ સાફ થવાને બદલે વધુ ગંદો થતો જોવા મળ્યો હતો

મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા અમદાવાદથી સ્લીપર નામ મશીન મંગાવવામાં આવ્યું છે જે મશીન રસ્તાની સફાઈ માટે ઉપયોગી બને તેવા હેતુથી લાવવામાં આવ્યું હતું અને મોરબીના સાવસર પ્લોટ સહિતના વિસ્તારમાં મશીનથી સફાઈ માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જોકે રોડની સફાઈ થવાને બદલે મશીનથી ઉલટો રોડ ગંદો થતો જોવા મળ્યો હતો અને વધુ ધૂળ નીકળતી જોવા મળી હતી જેથી રોડ સફાઈ થવાને બદલે ગંદો થયો હતો
જે મામલે મોરબી ગેરેજ વિભાગના હિતેશભાઈ દવેએ જણાવ્યું હતું કે સ્લીપર મશીન ટેસ્ટીંગ માટે લાવવામાં આવ્યું હતું જેનું આજે ટેસ્ટીંગ કરાયું હતું.

ReplyReply to allForward

(10:12 pm IST)