સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

ગાંધીધામ ભચાઉ હાઇવે ઉપર કન્ટેનર પલટતાં બે બાઈકસવારના ચગદાઈ જવાથી અરેરાટીભર્યા મોત

ભુજ :  ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે ઉપર બનેલા એક વિચિત્ર અકસ્માતમા બે યુવા જિંદગીઓના જીવન ઉપર પુર્ણ વિરામ મુકાયું હતું. નેશનલ હાઈવે ઉપર અણુશક્તિ કેમિકલ કંપની પાસે હાઈવે ઉપર જઈ રહેલ ટ્રેઇલર ઉપરનું કન્ટેનર એકાએક રોડ ઉપર પલ્ટી ખાઈને પડી જતાં બે બાઈકસવારો ચગદાઈ ગયા હતા. બંને બાઈકસવાર અશોકગર ગુમાનગર ગુંસાઇ અને જશુભાઈ રાયશી વાઢેરના કન્ટેનર હેઠળ ચગદાઈ જવાથી બન્નેના કમકમાટીભર્યા મોત નીપજયા હતા. પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ટ્રેઇલર ચાલક નાસી છુટ્યો હતો.

(11:01 pm IST)