સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

ધોરાજીના યૂવાને 40 હજારની રોકડ સાથેનું પર્સ મુળ માલીકને સોપી ને પ્રમાણીકતાનું ઉદારણ પૂરૂ પાડયૂ

ધોરાજી:ધોરાજીના યુવાને પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે. આ યુવાનને મળેલ 40 હજારથી વધારે રોકડ અને અગત્યના કાગળો સાથેનું પર્સ મુળ માલીકને પરત કર્યુ છે.

  કોરોનાની મહામારીમાં બેકારી-બેરોજગારીથી લોકો પરેશાન છે. ત્યારે ધોરાજીના ફરેણી રોડ પર રહેતો પરેશ ભાઈ કનૂભાઈ બારેયા નામનો યુવાન ખેત મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. તે યુવાન કામ સબબ ત્રણ દરવાજા પાસે આવેલ રંગાલી મહોલ્લામાંથી પસાર થતા એક પર્સ મળતા તે પર્સ ખોલતા તેમાં રૂપીયા દેખાતા તુરત જ ત્રણ દરવાજા ખાતે પોલીસને જાણ કરેલ અને કહેલ કે આ મને પર્સ મળેલ છે.

 જે અંગે  ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર  હકુમતસિંહ જાડેજા ની સૂચનાથી  તુરત જ સ્થાનિક પોલીસે ચેક કરતા બેંકના કાગળોમાંથી નામ ગોતી ફોન કરતા તેમના માલીક શાકભાજીના વેપારી રોહીત ચંદુ ગોંડડીયા (રહે રામપરા વિસ્તારના) હતા. અને તેને ખાત્રી કરી મુળ માલીકને પોલીસની હાજરીમાં પર્સ પરત કરતા પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા એ યુવાનની ઇમાનદારીની કદર કરેલ હતી.આ તકે ધોરાજી પોલીસના ડી.સ્ટાફના ચંદ્રસીંહ વસેયા, અનીરૂધ્ધસીંહ ઝાલા તેમજ સહદેવસીંહ ચૌહાણ હાજર રહેલ હતા.

(7:18 pm IST)