ચડ્ડી બનીયાનધારી ગેંગ મોરબીમાં ત્રાટકી
મોરબી,તા. ૨૬: મોરબીના પીપલી રોડ પર ગત રાત્રીના જુદાજુદા ત્રણ ગોડાઉનોમાં ચડી બનીયાન ધારી ગેગ ત્રાટકી ૪૦ હજાર જેટલો મુદ્દામાલ ચોરી ગઈ છે પરંતુ ચોરી કરતા સમયે સીસીટીવી ગેંગ માં કેદ થઈ છે જો કે આ અંગે હજુ સતાવાર કોઈ ફરિયાદ નોધાય નથી.
સિરામિક ગોડાઉન, સીરામીક રો મટીરીયલ તેમજ સાઇજિગ ગોડાઉનમાં ચડી બનીયાન ધારી ઙ્ગગેંગએ તાળા તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ચોરી કરતી સમયે આ ગેંગના છ સભ્યો સીસીટીવીમાં કેદ થયા છે અને ગોડાઉનના માલિક તાલુકા પોલીસ જાણ કરી છે અને તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારોએ ત્યાં તપાસ પણ કરી છે. પેટ્રોલીંગ સામે પણ સવાલ ઉભા થયા છે
ગઈકાલે હળવદના ઈન્ડસ્ટ્રીઝમાં ૬ કારખાનામાં તાળા તૂટયા હતા હજુ તે ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરી આજે ચડી બનીયાન ગેંગે પોલીસને પડકાર ફેંકી અને ચોરી ન કરી છે જેથી લોકોમાં ભયનો માહોલ છે અને આ ગેંગ ઝડપી લેવાનીઙ્ગ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે સતત બે દિવસથી આ ગેંગ ચોરી કરતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.