સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

મોરબીનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી,તા. ૨૬: મોરબી એસ.ઓ.જી.ને મળેલ બાતમીના આધારે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી પરબજીતસીગ ઉર્ફે તારાસીંગ જાટ (ઉ.વ. ૩૦, ધંધો હોટલ રહે. બુર્જ પુલ્લા, જી. તરનતાર, રાજય પંજાબ)ને સાયલા તાલુકાના, ડોળીયા બાઉન્ડ્રી નજીક, જુગરાજ પંજાબી હોટલ પાસેથી એસ.ઓ.જી ઝડપીને માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.  

રોહીદાસપરા વિસ્તારમાં દાઝી ગયેલ  વૃધ્ધાનું મોત

રોહીદાસપરા શેરી-૬ માં રહેતા દીવુબેન મોહનભાઈ શુકલ વૃદ્ધા પોતાના ઘરે ચા બનાવતા ત્યારે પ્રાઈમસની ઝાળ કપડા અડી જતા શરીરે દાઝી જતા તેણીને સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:05 pm IST)