મિઠાપુરના મોજપ ગામેથી ૧૦ લાખના ગાંજા સાથે બે ઝડપાયા
પુછપરછમાં વધુ એક શખ્સનું નામ ખુલતા શોધખોળ
ખંભાળીયા તા. ર૬ : મિઠાપુરના મોજપ બસ સ્ટેન્૯ પાસે બે શખ્સો ગાંજાનો જંગી જથ્થો વેચાણ અર્થે રાખેલો હોવાની બાતમી જિલ્લા એસઓજીને મળતા ગતરોજ વોંચ ગોઠવી બસ સ્ટેન્ડ નજીકથી બેશખ્સોની અટકાયત કરી તલાશી લેતા કબ્જામાંથી ૭૩ર ગ્રામ ગાંજો મળી આવતા એસઓજીએ આશાર્યાભા, ગગાભા હાથલ રહે. મોજપ તથા અબ્બાસ ભીખન ખરાઇ રહે. રૂપેણબંદર વાળાને ઝડપી લઇ તેમની પાસેથી મોબાલઇ મળી કુલ રૂ.૧૦,૧૦,૩૦૦ નો મુદામાલ કબ્જે કરી બંનેની આકરી પુછપરછ હાથ ધરતા વાછુ ગામના પત્રામલભા હરીયાભા નાયાણીનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી આ અંગેની વધુ તપાસ મિઠાપુર પોલીસ ચલાવી રહી છે.
દ્વારકામાં સગીરાનું અપહરણ
દ્વારકામાં રહેલી એક પરિવારની ૧પ વર્ષ અને ચાર માસની સગીર વયની પુત્રીને અજાણ્યો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જતા સગીરાની માતાએ દ્વારકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ શખ્સની શોધખોળ હાથ ધરી છે.