સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

જસદણ સિપાઇ સમાજના પ્રમુખે બંને કીડની ડેમેજ છતાં કોરોનાને મ્હાત આપી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ર૬ : જસદણમાં રહેતા ૪૮ વર્ષીય સિપાઇ સમાજના પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ ડાયનેમિક સદસ્ય સલીમભાઇ હુશેનભાઇ શેખને બે કીડની ૮૦ ટકા કામ ન કરતી હોવા છતાં તેમણે કોરોનાને મ્હાત આપી હતી. મળતી વિગતો મુજબ જસદણમાં રહેતા સલીમભાઇને કીડનીની દવા ચાલતી હોય તે દરમિયાન ડોકટરોએ કોરોનાનો રિપોર્ટ કઢાવ્યો હતો. તેથી તેઓ રાજકોટ સીવિલ હોસ્પિટલની બેહદ તારીફ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ સીવિલ હોસ્પિટલમાં ડોકટરોની સેવા રહેવા જમવાનું ફર્સ્ટ કલાસ તેમની આ કામગીરી બિરદાવી હતી અને કોરોના દર્દીઓને હિંમત કયારેય ન છોડવા જણાવ્યું હતું.

(11:27 am IST)