સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

ગારીયાધાર પોલીસ મથક સામે જ ફરીયાદીને મારી નાખવાની ધમકી

'તારા ભાઇને ઉપાડી લીધો છે હવે તારો વારો'

ગારીયાધાર, તા. ર૬ : શહેરમાં ત્રણ માસ પહેલા પ્રેમ પ્રકરણ મામલે યુવકનું અપહરણ કરી માર મારી ફેંકી દેવાતા તેનું મૃત્યુ નિપજયું હતું જે મર્ડરના ફરીયાદીને તે સીસીટીવી ફુટેમાં આવેલા શંકમંદ દ્વારા પોલીસ મથકની સામે જ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અને ગાળો આપયાની ફરીયાદ ગારીયાધાર પોલીસ મથકે નોંધાઇ હતી.

વિગતો અનુસાર ગારીયાધાર પોલીસ મથક પર અરવિંદભાઇ નારણભાઇ ધલવાણીયાએ ફરીયાદ નોંધાવી હતી કે તેના મિત્ર મુસાભાઇને ગાડી લઇને લેવા જતા હતાં ત્યારે બાલા રબારીએ સાદ પાડી બોલાવીને કહ્યું કે, 'તારા ભાઇને ઉપાડી લીધો છે હવે તારો વારો છે.' તેમ ધમકી આપી હતી તેમજ ઇકબાલભાઇ દ્વારા ગાળો આપ્યાની ફરીયાદ નોંધાવી હતી. જેની આઇપીસી ધારા પ૦૪,પ૦૬(ર), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હેડ કોન્સ્ટેબલ પી.કે. ગામેતી દ્વારા હાથ ધરવામાં આવી હતી.

નોંધનીય છે કે ટોળયાણ વિસ્તારમાંથી ફરીયાદીના ભાઇ કલ્પેશભાઇની પ્રેમ પ્રકરણ મામલે અપહરણ કરી મર્ડર થયાને હજુ ત્રણ માસ પણ વિત્યા નથી જેમાં ફરીયાદી બનેલા અરવિંદભાઇને તેજ ગુન્હાના સીસીટીવી ફુટેઝમાં દેખાતા લાલા રબાડી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

(11:25 am IST)