સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

તળાજામાં ફાસ્ટફૂડના દુકાનદાર પર હૂમલામાં ત્રણ ઘાયલ

ભાવનગર તા.૨૬: તળાજા શહેરના ગાંધીજી ના બાવલે આવેલ સીતારામ ફાસ્ટફૂડ નામની દુકાનના માલિક, તેના દીકરા અને ભત્રીજા પર બે બાઈક પર આવેલ ત્રણ વ્યકિત એ હુમલો કરતા બેને લોહિયાળ ઇજા થઇ હતી. પોલીસે ઘટનાના પગલે તુરંત દોડીજઈ ટોળાને વિખેરી હુમલા ખોર વિરુદ્ઘ ફરિયાદ નોંધી હતી.

તળાજા શહેરમાં ચકચાર મચાવતા બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીજીના પૂતળે સીતારામ ફાસ્ટફૂડ નામની નરેશ દુલાભાઈ ગોહિલ ની દુકાન આવેલી છે. નરેશભાઈ અને તેનો દીકરો ધ્રુવ ઉ.વ.૧૯ દુકાનપર રાત્રીના આશરે આઠેક વાગ્યે હતા.એસમયે બે બાઈક પર આવેલ ત્રણ ઈસમો એ દુકાનદાર નરેશ ગોહિલ ઉવ.૪૬ તથા તેના દીકરા ધ્રુવ પર લાકડી અને પાઇપ વડે હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી. કાકા પર થયેલ હુમલા ને લઈ બચાવવા આવતા સેમિલ કિશોરભાઈ ગોહિલ ઉવ.૨૦ નેપણ મૂંઢ માર મારવામાં આવેલ. લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.ઇન્ચાર્જ પો.ઇ જે કે મૂળિયા સ્ટાફ સાથે દોડી આવી બનાવ સ્થળે અને સરકારી હોસ્પિટલ ખાતે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

બનાવના પગલે નરેશભાઈ ને માથામાં લોહિયાળ ઇજા થયેલ.ત્રણેય ઇજા ગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અહીં પો.ઇ મૂળિયા એ ધ્રુવ ગોહિલ ની હુમલો કરનાર મનદીપસિંહ ગોહિલ રે. નેશિયા, મહેશ ઉર્ફે માયાભાઈ વજુભાઇ મકવાણા રે.ટીમાણાં તથા એક અજાણ્યા ઈસમ સહિત ત્રણ વિરુદ્ઘ ફરિયાદ નોંધી હતી.

ઇજા પામનાર નરેશ ગોહિલ એ જણાવ્યું હતુંકે સમગ્ર દ્યટના ના પોતાની દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરા માં ફૂટેજ છે.જે પુરાવા તરીકે પોલીસ ને આપશે.

નોંધનીય છેકે સામાપક્ષે પણ ઇજાના સમાચાર વહેતા થયા હતા.ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.સામા પક્ષે ફરિયાદ નોંધાવી નથી તેમ પોલીસે જણાવ્યું હતું.

(11:20 am IST)