સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

પાલીતાણાના વાળુકડ ગામની પાણીની ટાંકીમાંથી ૮૧ હજારના દારૂ સાથે યુવાન ઝડપાયો

ભાવનગર જિલ્લાના પાલીતાણામાંથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૬: લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાલીતાણા ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડમાં હતી. તે દરમ્યાન હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલાને હકિકત મળેલ કે વિજય ઉર્ફે ઘમો ભુપતભાઇ રાઠોડ તથા પરેશ ઉર્ફે બુઘો મહેશભાઇ મકવાણા રહે. બંન્ને વાળુકડ ગામ વાળા ઇગ્લીશ દારૂનો જથ્થો ગામમાં પાદરમાં આવેલ પાણીની ટાંકીમાં છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. તે જગ્યા ઉપર બોટલ નંગ-૨૦૪ કિ.રૂ.૮૧,૬૦૦/-ની તથા એકટીવા મોપેડ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૧૧,૬૦૦/-નીઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા તિરૂણસિંહ સરવૈયા તથા પો.કો. કુલદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

(11:18 am IST)