News of Friday, 25th September 2020
જામનગરમાં વધુ બે PIની નિમણૂંકના સ્પેશ્યલ ઓર્ડર: પોલીસ બેડામાં ચર્ચા
આણંદના PI કે.જી.ચૌધરી અને સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રના PI જામનગર મુકાયા
અમદાવાદ :રાજ્ય સરકાર દ્વારા દિપેન ભદ્રનને SP જામનગર તરીકે મુકાયા બાદ આજે વધુ 2 પીઆઇની નિમણૂંકના સ્પેશ્યલ ઓર્ડર કરાયા છે
જાણવા મળ્યા મુજબ આણંદના PI કે.જી.ચૌધરી અને સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રના PI જામનગર મુકવામાં આવ્યા છે. આ બંન્ને પીઆઇની જામનગર મુકવા પાછળ ખાસ મિશન હોવાની પોલીસ બેડામાં ચર્ચા પણ ચાલી રહી છે
(12:16 am IST)