News of Thursday, 26th September 2019
કચ્છના આડેસર ગામે પીએચસીના તબીબની કારને આગ લગાડાઈ- કાર અને અંદર રહેલ ૭૦ હજારની રોકડ ખાખ
ભુજ,તા.૨૬: કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે પીએચસીમાં ફરજ બજાવતાં તબીબની કારણે કોઈ હરામખોરે આગ ચાંપી દીધી હતી. રાત્રે બહાર પાર્ક કરેલી તબીબ ડો.પરેશ પટેલની કારને કોઈ હરામખોરે આગ લગાડતાં કાર ખાખ થઈ ગઈ હતી તેની અંદર રાખેલ રકમ ૭૦ હજાર રૂપિયા પણ બળી ગયા હતા. રાત્રે બનેલા આ બનાવ અંગે તબીબે ગામના સરપંચને જાણ કરી હતી. દરમ્યાન આગનું કૃત્ય આચરનારે પીએચસીમાં રહેલા સીસી ટીવી કેમેરા બંધ કરીને તેના ડીવીઆરની ઉઠાંતરી કરી હતી. જેને કારણે સીસી ટીવીમાં પણ આ દ્યટના કેદ ન થાય. જોકે, આને કારણે આ કૃત્ય કોઈ જાણભેદુએ કર્યું હોવાની શંકા તબીબ પરેશ પટેલ તેમ જ સરપંચ ભગુભાઈ આહિરે વ્યકત કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:41 am IST)