સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th September 2018

જૂનાગઢ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા મેગા સરસ્વતી સન્માન

જૂનાગઢ : ગુર્જર ક્ષત્રીય જ્ઞાતિ દ્વારા મેગા સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો. જેમાં ૪૫૦ વિદ્યાર્થીઓને ઇનામો, શિલ્ડ, પ્રમાણપત્રો, મોમેન્ટો આપી સત્કારવામાં આવ્યા હતા. દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. શ્યામ વિદ્યાલયની બાળાઓએ સ્વાગત ગીતથી કાર્યક્રમ શરૂ કરેલ. આ કાર્યક્રમમાં પ્રમુખ ધીરૂભાઇ ગોહેલ તથા ઉપપ્રમુખ પ્રકાશભાઇ ચૌહાણ, જ્ઞાતિના વિકાસ માટે તેમજ શૈક્ષણિક કાર્યમાં પ્રગતી થાય તે માટે અગત્યના સુચનો કરી વિદ્યાર્થીને અભિનંદન આપેલ હતા. બે વિભાગમાં કાર્યક્રમમાં ટ્રસ્ટીઓશ્રી એન.એમ.મારૂ, લાલજીભાઇ ટાંક, ગોરધનભાઇ ટાંક, દિનેશભાઇ કાચા, ખજાનચી કિશોરભાઇ ચોટલીયા, સેવાના પ્રમુખ વજુભાઇ કાચા, નિશાંતભાઇ ચૌહાણ, કાંકરેચાભાઇ, મનોજભાઇ વરૂ, કાળુભાઇ ચોટલીયા, વરૂણભાઇ ચાવડા, મનોજભાઇ સાવરીયા, પી.પી.ચૌહાણ, પ્રકાશભાઇ ટાંક, સી.પી.જાદવ, એન.કે.ટાંક, રસીકભાઇ મોરવાડીયા, ધીરૂભાઇ ટાંક,ડો.પિયુષભાઇ ટાંક, શ્રી ભાલીયા, અમુભાઇ રાઠોડ, અમુભાઇ મકવાણા, અનુભાઇ સોલંકી, રાજુભાઇ સોલંકી, જેન્તીભાઇ વાઘેલા, મંડળના પ્રમુખ શ્રીમતી મીનાબેન ધીરૂભાઇ ગોહેલ, જયોત્સનાબેન ટાંક, કાંતિભાઇ પોરીયા વગેરે કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સરળ બનાવેલ હતો. સંચાલન દિનેશભાઇ કાચા તથા નિશાંતભાઇ ચૌહાણે તથા આભારવિધી કિશોરભાઇ ચોટલીયાએ કરી હતી. કાર્ર્યક્રમમાં દિપપ્રાગટયની તસ્વીર.(તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ) (૪૫.૪)

(12:19 pm IST)