ગોંડલમાં બે સ્થળે ડીવાયએસપીના દરોડાઃ વરલીનો જુગાર રમતા ૯ પકડાયા
સીટી પોલીસને ઉંઘતી રાખી ડીવાયએસપી ચૌહાણની ટીમ દ્વારા દરોડા
ગોંડલ તા. ર૬: સીટી પોલીસને ઉંઘતી રાખી ડીવાયએસપી ચૌહાણની ટીમ દ્વારા બે સ્થળે દરોડા પાડી વર્લીનો જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી લેવાયા હતા.
ગોંડલ શહેરમાં ઠેરઠેર જુગાર રમાતો હોવાની ફરિયાદો ઉઠતી હોય ગોંડલ ડી.વાયએસપી દિનેશસિંહ ચૌહાણ દ્વારા તાલુકા પોલીસના કોન્સ્ટેબલોને સાથે રાખી પ્રથમ દરોડો જુના શાકમાર્કેટ વરલી ફીચરનો જુગાર રમતા ઇમ્તિયાઝ હરૂણભાઇ સુમરા, એજાજ અર્શદભાઇ ટાંક તથા ભાવેશ પ્રવીણભાઇ જોષી ને રૂપિયા ૭ર૧૮૦ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.
જયારે બીજો દરોડો વોરા શેરીમાં રોમા ટોકીઝ પાસે કરી ઓસ્માણભાઇ ખીમાણી, અબ્બાસ કાસમભાઇ ખીરાણી, હુસેન જુમાભાઇ ખીરાણી, રફીક ઉમરભાઇ ટાંક, શાત્રુધ્ન ઘનશ્યામસિંહ જાડેજા તેમજ અરવિંદ ધીરૂભાઇ મોરડીયાને રૂપિયા ૪૪૭૦૦ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. (૭.ર૧)