સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th August 2019

વિશ્વ હિન્‍દુ પરિષદ- રામાકૃષ્‍ણ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા ગારીયાધારમાં જબ્‍બર શોભાયાત્રાઃ

ગારીયાધાર : છેલ્લા ૧૫ દિવસ તડામાર તૈયારીઓ બાદ જન્‍માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભીડ  ભંજન મહાદેવ મંદિર ખાતેથી ભવ્‍ય શોભાયાત્રા નિકળી હતી, જે શોભાયાત્રા મીઠાકુવા, મીયાની મેડી,વાલમ ચોક,આશ્રમ રોડ,વાવ દરવાજા,વાલમપીર જગ્‍યા,કોટવાળ ચોક થઈ પરત ભીડ ભંજન મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી.શોભાયાત્રામાં વાલમ સ્‍કુલ,કે વી સ્‍કુલ,સાનિધ્‍ય સાયન્‍સ,સ્‍વામી નારાયણ ગુરુકુળ,સિંધી સમાજ,વાલ્‍મીકિ સમાજ,બ્રહ્મ સમાજ,શામળા બાપા ગૌ શાળા સહીતના એ વિવિધ પ્રકારના ફ્‌લોટ વેશભૂષાઆઙ્ઘ સાથે રજૂ કર્યા હતા.

આ શોભાયાત્રામાં ધારાસભ્‍ય કેશુભાઈ નાકરાણી,ધારાસભ્‍ય પ્રવિણભાઇ દ્યોદ્યારી,ઉદ્યોગપતી જયેશભાઈ દેસાઈ,વીએચપી અને સંદ્યના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

સમ્રગ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમે સૌ કોઈને અચંબીત કર્યા હતા. આમ આનંદ અને હર્ષોલ્લાસ સાથે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની રંગેચંગે ઉજવણી કરાઈ હતી.(ચિરાગ ચાવડા દ્વારા)

(1:15 pm IST)