સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th July 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી સંદર્ભે મોરબીમાં બેઠક યોજાઈ

સમગ્ર રાજયની સાથે મોરબી જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવશે

મોરબી : મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના સુશાસનના પાંચ વર્ષ પુરા થતા હોઈ, સમગ્ર રાજયની સાથે મોરબી જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવશે
ઉજવણીના આયોજન માટે કલેકટર કચેરી મોરબી ખાતે કલેકટર જે.બી. પટેલના અધ્ય ક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧લી ઓગસ્ટ.ના રોજ જ્ઞાન શક્તિ દિનની ઉજવણી અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને, ૨જી ઓગસ્ટ૧ના રોજ સંવેદના દિનની ઉજવણી અંગે નિવાસી અધિક કલેકટરને, ૪થી ઓગસ્ટ,ના રોજ મહિલા સશક્તિકરણ દિનની ઉજવણી અંગે નિયામક જિલ્લાક ગ્રામ વિકાસ એજન્સીને, ૫મી ઓગસ્ટકના રોજ ધરતીપુત્ર સન્મા ન દિનની ઉજવણી અંગે ખેતીવાડી અધિકારી તથા પી.જી.વી.સી.એસ.ના અધિકારીને, ૬થી ઓગસ્ટમના રોજ યુવા શક્તિ દિનની ઉજવણી અંગે જિલ્લાક રોજગાર અધિકારીને, ૭મી ઓગસ્ટીના રોજ ગરીબ ઉત્કુર્ષ દિનની ઉજવણી અંગે જિલ્લા‍ પુરવઠા અધિકારીને અને ૮મી ઓગસ્ટીના રોજ શહેરી જનસુખાકારી દિનની ઉજવણી અંગે મોરબી ચીફ ઓફીસરને આમ તમામ દિવસની ઉજવણી માટે નોડલ ઓફીસરોને જવાબદારી સોપી તાત્કાબલીક કોવીડ ગાઇડલાઇન મુજબ કાર્યક્રમોનું આયોજન કરી વિગતો તૈયારી કરી કલેકટર કચેરીમાં રજુ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુચ્છાર, નિયામક જિલ્લાક ગ્રામ વિકાસ એજન્સીના મીતાબેન જોષી, નાયબ જિલ્લાઓ વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, જિલ્લાવ ખેતિવાડી અધિકીરી ડૉ.વિ.કે.ચૌહાણ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા, જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતાબેન પટેલ, ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયા જિલ્લા રોજગાર અધિકારી જોબાનપુત્રા સહિતના સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિજત રહ્યા હતા.

 

(9:31 pm IST)