સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th June 2022

ધોરાજીના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભારત કનેરિયા એ સાસણ ખાતે યાદગાર તસવીરો ખેંચી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજીના વાઇડ લાઇફ ફોટોગ્રાફર ભારત કનેરિયા એ સાસણ ખાતે યાદગાર તસવીરો ખેંચી હતી

તાજેતરમાં સાસણ ખાતે સિંહ દર્શન માટે અંતિમ ટ્રીપમાં wildlife ફોટોગ્રાફર ભરતભાઈ કનેરિયા જોડાયા હતા જેમાં ચોમાસાના આગમન પૂર્વે જંગલમાં સફારી માં ફરતા સિંહોના અદભુત ફોટોગ્રાફ્સ પોતાના કેમેરામાં કંડારી લીધાં હતા. પ્રસ્તુત તસવીરમાં જંગલના રાજા પોતાની તરસ છીપાવતા હોવાના સમયે લાક્ષણિક મુદ્રામાં કેદ થઈ ગયા હતાં . વનરાજની મસ્તી નાં કેટલાક સુંદર દૃશ્યો પણ કેમેરામાં કંડારી લીધાં હતાં

(5:45 pm IST)