સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th June 2022

નજીપુરા તા. રાધનપુરવાળાના મહેશ ઉર્ફે ટૈડો મેલાભાઇ ઠાકોર ચોરાયેલા ત્રણ બાઇક તથા એક મોબાઇલ સાથે રૂ.1 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપતી પાડતી રાધનપુર પોલીસ

રાધનપુર પોલીસે મહેશ ઉર્ફે ટૈડો મેલાભાઇ ઠાકોર રે. નજીપુરા તા. રાધનપુરવાળાને ચોરાયેલા ત્રણ બાઇક તથા એક મોબાઇલ સાથે રૂ.1 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.

પોલીસે તેની પાસેથી રૂ.10 હજારનો મોબાઇલ, રૂ.50 હજારનું કડી ખાતેથી ચોરેલું બાઇક નં. જી.જે. 24-ક્યુ-8517, રૂ.25 હજારનું સાણંદ જીઆઇડીસીમાંથી ચોરેલું બાઇક, તથા રૂા.15 હજારનું બાઇક બાવળા ખાતેથી ચોરેલ હતું. આ શખ્સ અલગ અલગ જગ્યાએ જઇને પોતાની પાસે એક દુપ્લીકેટ ચાવીથી બાઇકની ચોરી કરી નાસી જતો હતો. તેની સામે બાઇક અને ઘરફોડ ચોરીનાં ગુના પણ નોંધાયા છે.

(3:00 pm IST)