મોરબી: પોલીસની નિષ્ફળ કામગીરી સાબીત કરતા તસ્કરો, કારખાનામા લાખોના મેંદાની ચોરી
મોરબી : મોરબીમાં હવે પોલીસ નામ માત્ર રહી હોય તેમ રાત્રીના સમયે નિશાચરો સમા તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે અને દિન-પ્રતિદિન તસ્કરો ચોરીને અંજામ આપતા રહે છે. જ્યાં તાજેતરમાં ફુડ પ્રોડકટના કારખાનામાં રૂ.1.18 લાખના મેંદાના જથ્થાની ચોરી થયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
જેમાં ફરિયાદી રૂત્વીકભાઈ દિનેશભાઈ બોડાએ જણાવ્યું હતું કે, મોરબી તાલુકા નાની વાવડી ગામ માધવ ગૌશાળાની પાછળ સંકેત ફુડ પ્રોડકટના કારખાનામા તા.૨૨ જૂનના રોજ રાત્રી દરમ્યાન અજાણ્યા ઇસમેં કારખાનાનો દરવાજાનો નકુચો તોડીને કારખાનામાં પ્રવેશ કરીને કારખાનાની અંદર પડેલ નોબલ કંપનીનો મેંદાના લોટના આશરે ૫૦ કિગ્રાના આશરે-૮૫ ગુણી (કટટા) કિ રૂ- ૧,૧૮,૧૫૦/-ની ચોરી કરી છે.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આઇ.પી.સી કલમ-૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.