સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th June 2022

મોરબીના મહેન્દ્રનગર ગામની શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો, કોંગ્રેસ આગેવાનોને ડીટેઈન કર્યા

કોંગ્રેસ આગેવાન રજૂઆત કરે તે પૂવે જ ડીટેઈન કર્યાના આક્ષેપ મંત્રીએ જ્યાં હાજરી આપી તે શાળામાં જ શિક્ષકોની ઘટ

રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજે મોરબીના મહેન્દ્રનગર ગામની શાળામાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં ધોરણ ૧ માં ૪૩ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ ખાનગી શાળામાંથી ૪૫ બાળકોએ સરકારી શાળામાં એડમીશન મેળવ્યું હોય જે બાળકોનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું

મહેન્દ્રનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશ મેરજા ઉપરાંત કલેકટર જે બી પટેલ, ભાજપ અગ્રણી જીજ્ઞેશ કૈલા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, શિક્ષણ અધિકારી બી એમ સોલંકી, પ્રાંત અધિકારી ડી એ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

કોંગ્રેસ આગેવાન રજુઆત કરવા પહોંચે તે પૂર્વે ડીટેઈન

કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ ગામી મહેન્દ્રનગર ગામના વતની હોય અને આજે ગામની શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ હોવાથી મંત્રીને શાળામાં શિક્ષકોની ઘટ અંગે રજૂઆત કરવા જવાના હોય જોકે શાળાએ પહોંચે તે પૂર્વે પોલીસે કોંગ્રેસ આગેવાનને ડીટેઈન કર્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ તેમને છોડવામાં આવ્યા હતા જેથી તાનાશાહી વલણ સામે મુકેશ ગામીએ વિરોધ નોંધાવ્યો હતો અને આક્રોશ ઠાલવ્યો હતો

કન્યા અને કુમાર શાળામાં ૨-૨ શિક્ષકોની ઘટ : આચાર્ય

આજે મહેન્દ્રનગરની શાળામાં પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જોકે શિક્ષકોની ઘટ મામલે સરકાર કાઈ કરતી ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે આજે મંત્રીએ જે શાળામાં કાર્યક્રમમાં હાજરી આપી ત્યાં ચાર શિક્ષકોની ઘટ હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું હતું શાળાના આચાર્ય મહાદેવભાઈ રંગપડીયાએ જણાવ્યું હતું કે કુમાર અને કન્યા શાળામાં ૩૭૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલ ૧૦ શિક્ષકો છે અને કુમાર તેમજ કન્યા શાળામાં ૨-૨ મળીને કુલ ચાર શિક્ષકોની ઘટ હોવાનું જણાવ્યું હતું.

(1:09 am IST)