સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th June 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓનો ડંકો

મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem – 4ના પરિણામમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ છે. સફળતાના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ ૩ માં નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓએ સ્થાન જાળવી રાખ્યું છે.

મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે આદ્રોજા માનસી ૯૨.૧૮%, તૃતીય ક્રમે પંડ્યા પ્રેક્ષા ૯૦.૦૦%, ચોથા ક્રમે વડાવિયા રાધિકા ૮૯.૪૫% મેળવી કોલેજની યશોગાથાને આગળ ધપાવી છે.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

(1:03 am IST)