સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th June 2022

જીસીસી દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી મામલે કોમર્સ મીનીસ્ટરને સિરામિક ઉદ્યોગકારોએ રજૂઆત કરી

મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા જીસીસી દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીના પ્રશ્ને દિલ્હી ખાતે કોમર્સ મીનીસ્ટર સાથે મુલાકાત કરી પ્રશ્નોની રજૂઆત કરી

.મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા જીસીસી દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીના પ્રશ્ને દિલ્હી ખાતે કોમર્સ મીનીસ્ટર સાથે મુલાકાત કરી પ્રશ્નોની રજૂઆત કરી હતી
મોરબી સિરામિક એસોના પ્રમુખ કિરીટભાઈ પટેલ, કમિટી મેમ્બર ગૌતમભાઈ અને પરેશભાઈ સહિતના અગ્રણીઓએ દિલ્હી ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયાને સાથે રાખીને મીનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પીયુષ ગોયલને રજૂઆત કરી હતી જેમાં સિરામિક ટાઈલ્સ પર જીસીસી દેશોમાં ચાલતા એન્ટી ડમ્પિંગ ડ્યુટીના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી જે મીટીંગમાં રીવ્યુ અને ન્યુ શિપર કંપનીઓ માટે સાઉદી અરેબિયા દ્વારા ઝડપથી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને મોરબી સિરામિક એસોને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફાળવવામાં આવે તે સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી.

(10:50 pm IST)