માળિયાના મોટા દહીસરા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
આરોપી ભરતસિંહ જાડેજાને મુદામાલ સાથે ઝડપી લીધા :આરોપી લાખાભાઈની શોધખોળ
માળિયાના મોટા દહીંસરા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે માળિયા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક હાજર નહિ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોટા દહીંસરા ગામે રહેતા ભરતસિંહ બટુકસિંહ જાડેજાએ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૩ કીમત રૂ.૩૯૦૦ વેચાણ કરવાના ઈરાદે મળી આવ્યો હોય અને તે દારૂ આરોપી લાખાભાઈ ઉર્ફે લાખામામા (રહે-ફડસર તા. મોરબી )પાસેથી લાવ્યા હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે આરોપી ભરતસિંહ જાડેજાને મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી લાખાભાઈની શોધખોળ હાથ ધરી છે