સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th June 2021

ઘેલા સોમનાથ મંદિરનું રીપેરીંગ કામ ૭ વર્ષથી અધ્ધરતાલ

શ્રાવણ માસ શરૂ થવાને એક મહિનો જ બાકી હોય તાત્કાલીક કામ પુરૂ કરવા માંગ : ૮૦ લાખમાં આપેલું કામ એક કરોડ સાંઇઠ લાખ દીધા પછી પણ હજુ પુરૂ નથી થયું : એક વર્ષને બદલે સાત વર્ષ થયા : કલેકટર યોગ્ય કરે તેવી માંગ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.ર૬ : રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકના ઘેલા સોમનાથદાદાનો ઇતિહાસ  સોમનાથ પાટણ  સાથે જોડાયેલ છે. આ મંદિરનો વહીવટ કલેકટરશ્રી, રાજકોટ દ્વારા કરવામાં આવે છે. ઉપાધ્યક્ષ તરીકે જસદણ પ્રાંત સાહેબના માર્ગદર્શન હેઠળ ઘેલા સોમનાથ મંદિરની દેખરેખ રાખવામાં આવે છે. આ ઘેલા સોમનાથ મંદિરમાં લાખો લોકો શ્રાવણ માસમાં દર્શનાર્થે આવે છે. ઘનશ્યામભાઈ સોમપરા  કોન્ટ્રાકટર અને આર્કિટેક સઘવીના પાપે ઘેલા સોમનાથ મંદિરને ૭ વર્ષથી ગ્રહણ લાગી ગયું છે. સાત વર્ષ પહેલા મનીષાબેન ચાંદ્રા  સાહેબના અધ્યક્ષ સ્થાને  ઘેલા સોમનાથ મંદિરનું ઘૂમટનું કામ ૮૦ લાખનું હોવા છતાં  ૧ કરોડને ૬૦ લાખમાં ડબલ ભાવે ઘનશ્યામભાઈ સોમપરા કોન્ટ્રાકટરને આપવામાં આવેલ. તે મંદિરના ઘૂમટનું કામ એક વર્ષમાં  પૂર્ણ કરવાનું હતુ સમય મર્યાદા સિવાય ૫  વર્ષ કરતાં વધારે સમય  થવા છતાં છ  વર્ષથી શ્રાવણ મહિનામાં લાખો શિવભકતોને દર્શન કરવામાં તકલીફ પડેલ છે. કોન્ટ્રાકટરના    પાપે મંદિરના ઘૂમટનું કામ પૂર્ણ કરવામાં વિલંબ થયેલ છે.  જે કઈ  કામ બાકી છે તે ઘેલા સોમનાથ મંદિરના અધ્યક્ષ  અને રાજકોટ કલેકટરશ્રી દ્વારા પૂર્ણ કરવાનું  છે જે જડપથી  પૂર્ણ કરવામાં નહીં આવે તો  લાખો  શિવભકતોને સતત સાતમા વર્ષે પણ શ્રાવણ માસમાં યાત્રિકોને દર્શન કરવામાં મુશ્કેલી નો સામનો કરવો પડશે.  ઘેલા નદીમાં યાત્રિકોને સ્નાાન  કરવાનું આગવું માહાત્મ્ય  હોવાથી શિવ ભકતોને સ્નાાન કરતાં સમયે ઘેલા નદી ઉપર નવાપુલની નીચે સિમેન્ટના  પથ્થરો  કાઢવામાં આવેલ નથી. પ્રવાસન નિગમ દ્વારા  ઘેલા સોમનાથ મંદિરને ૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવેલ  તે રકમ ઘેલા સોમનાથ મંદિરના વહીવટદાર અને કમિટીનું માર્ગદર્શન  લઈને ઘેલા નદી ઉપર સરસ મજાનો સ્નાાન ઘાટ બની જાત પરંતુ આર્કિટેક સંઘવીના પાપે સ્નાાનઘાટ બનાવવાના બદલે  બારોબાર કોન્ટ્રાકટ આપીને પ્રાર્થના હૉલ બનાવીને ૩ કરોડ જેવી રકમ વાપરી નાખેલ  તે પ્રાર્થના હૉલ ૫ વર્ષથી ખઢેર  હાલતમાં પડી રહેલ છે. આજ તારીખ સુધી એક પણ  વખત  આ પ્રાર્થના હોલનો  ઉપયોગ થયેલ નથી. ઘેલા સોમનાથ નદીમાં  યાત્રિકોને સ્નાાન કરવાનું આગવું મહાત્મ્ય હોવાથી શિવ ભકતોને સ્નાાન કરતાં સમયે ઘેલા  નદીમાં નવા પુલની નીચે સિમેન્ટના પથ્થરો કાઢવામાં આવેલ નથી અને ઘેલાનદીમાં બિનજરૂરી  ઉગી  નીકળેલ જંગલ કટિંગ કરીને નદી સાફ કરવામાં આવેલ  નથી જેથી શ્રધ્ધાળુઓને સ્નાાન કરતાં સમયે પથ્થરોથી  ગંભીર ઇજા કે પગ ફસાઈ જવાથી જીવ ગુમાવવાનો વારો આવશે. ઘેલા સોમનાથ મદિરની કમિટી ૩ વર્ષથી પૂર્ણ થયેલ છે છતાં આજ તારીખ સુધી નવી કમિટીની નિમણૂક કરવામાં આવેલ નથી .

   ઉપરોકત બાબતે શ્રાવણ માસમાં ઘેલા સોમનાથ મંદિરના દર્શનાર્થે અને ઘેલા નદીમાં સ્નાાન કરવાનું આગવું મહાત્મ્ય હોવાથી ઘેલા સોમનાથ મંદિરનું બાકી રહેલ કામ પૂર્ણ કરવામાં આવે અને ઘેલા નદીમાં રહેલ બિન જરૂરી અને અડચણરૂપ પુલની નીચે સિમેન્ટના પથ્થરો છે તે કાઢીને શિવ ભકતોને સ્નાાન કરવાની વ્યવસ્થા  કરવામાં આવે નવા કલેકટર સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે ઘેલા સોમનાથ મંદિરની મુલાકાત થોડા સમયમાં લઈને તપાસ કરીને યોગ્ય કરવા નરેન્દ્રભાઇ મોદી, વિજયભાઈ રૂપાણી,  કુંવરજીભાઈ બાવળીયા, કેબિનેટ મંત્રી ભરતભાઇ બોઘરા, કલેકટર અને પ્રાંત જસદણ/વીંછિયા ને ભૂપતભાઈ સુંદરભાઈ કેરાળીયા પ્રમુખશ્રી વિશ્વ હિન્દુ પરિષદ વીંછીયા તાલુકા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

(3:22 pm IST)