સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th June 2021

મોટીપાનેલી સાતવડીમાં લોકાર્પણ-વૃક્ષારોપણ

મોટીપાનેલી : ઉપલેટા તતાલુકાના મોટીપાનેલી તેમજ સાતવડી ગામમાં નવા બ્રીઝ ક્રોઝવેનું લોકાર્પણ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાના હસ્તે કરી પુલ ખુલ્લો મુકવામાં આવેલ. જિલ્લાનું છેલ્લુ ગામ સાતવડીમાં ગામમાં જતા ક્રોઝવે આવે છે. જે દર ચોમાસામાં ડૂબમાં જતો હોય વર્ષોની રજૂઆત બાદ આ ક્રોઝવેને ઉંચો કરવાની કામગીરી થયેલ સાતવડી ગામના સરપંચ પુર્વ સરપંચ સહિતના આગેવાનોએ પ્રમુખ સહિતનાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી તમામનો આભાર માનેલ. સાથે જ પાનેલી ગામની કે.જે.પટેલ હાઇસ્કુલ તેમજ તાલુકા શાળામાં વૃક્ષારોપણ કરેલ ત્યારબાદ પાનેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ વેકસીનેશન કામગીરી અંગે જાણકારી મેળવી ગામ આગેવાનો તેમજ આરોગ્ય કર્મચારીઓને ગામમાં વધુ ને વધુ વેકસીન લેવાઇ તેવા પ્રયત્નો કરવા જણાવેલ સાથે જ પાનેલી દૂધમંડળીની પણ મુલાકાત લઇ મંડળીની કામગીરીને બિરદાવેલ હતી. જિલ્લા ભાજપના મનીષભાઇ ચાંગેલા, દિનેશભાઇ અમૃતીયા ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઇ માકડીયા, ચેરમેન જેન્તીભાઇ રાજાભાઇ સુવા, રણુભા જાડેજા, ઇન્દ્રજીતસિંહ પૃથ્વીરાજસિંહ સાથે પાનેલી ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર : અતુલ ચગ)

(11:55 am IST)