સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

સિહોરના વરલ ટાણા સહિતમાં ધોધમાર વરસાદ :બોટાદ ગઢડા,ઢસા,બરવાળા,રાણપુર,પાલિયાદમાં મેઘો મંડાયો

લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ

ભાવનગર જિલ્લાના પાલીતાણા સિહોરના વરલ ટાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. લોકોએ વરસાદમાં નાહવાનો આનંદ લીધો હતો.

બોટાદ શહેર સહિત જિલ્લાના ગઢડા,ઢસા,બરવાળા,રાણપુર,પાલિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેધરાજાની એંટ્રી થઇ છે. વરસાદથી વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળતો હતો.

(7:28 pm IST)