સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

જામકલ્યાણપુર પોલીસ સ્ટેશનનો ગુન્હેગાર ૬ મહિનાથી ભાગતો ફરતો ઝડપાયો

ખંભાળીયા તા.૨૬: જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, દેવભૂમિ દ્વારકા તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જામ ખંભાળીયા વિભાગની સુચનાથી  એચ.આર.હેરભા, ઇન્ચા, પોલીસ ઇન્સપેકટર, એસ.ઓ.જી.નાઓના ટેલીફોનીક તથા પ્રો.ના.પો.અધિ. મિલાપ પટેલનાઓના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.ડી.પરમારે એસ.ઓ.જી.ની ટીમ સાથે નાસતાફરતા આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી કરતા પેટ્રોલીંગ દરમ્યાન ભાટીયા ગામે આવતા પોલીસ હેડ કોન્સ.અશોકભાઇ સવાણી તથા પો.કોન્સ.સુરેશભાઇ વાનરીયાને ખાનગીરાહે હકિકત મળેલ કે જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના આરોપી ભરત ઉર્ફે સિધુ સાજણભાઇ ગઢવી રહે.ગોરધનપર તા.જી.જામનગર વાળો હાલ તેના મામાના ગામે ભોગાત જવા નીકળેલ છે અને હાલ ભાટીયા બાયપાસે કાળા કલરનું ટી-શર્ટ તથા સ્કાય બ્લુ જિન્સ પહેરેલ છે જે હકિકત આધારે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પ્રોહી.ગુ.ર.નં.૨૭/૨૦૧૯ પ્રોહી. એકટ કલમ ૬૫ (એ,ઇ), ૮૧,૧૧૬ (બી)ના કામના નાસતો ફરતો આરોપીઓ ભરતભાઇ ઉર્ફે સિંધુ સ.ઓફ સાજણભાઇ મોમયાભાઇ ભીંડા જાતે.ગઢવી ઉ.વ.૨૨ ધંધો.ટ્રક ડ્રાઇવિંગ રહે.ગોરધનપર, સન વિસ્તાર, વાછરાદાદાના મંદિર પાસે તા.જિ.જામનગર વાળાને ક.૨૦/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી અર્થે જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

પોલીસ સબ ઇન્સપેકટર એ.ડી.પરમાર, પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ યુ.જાડેજા, ઇરફાનભાઇ ખીરા, અશોકભાઇ સવાણી, પો.કોન્સ. અરશીભાઇ માડમ, સુરેશભાઇ વાનરીયા દ્વારા કરવામાં આવેલ છે.

(1:18 pm IST)