સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

પોરબંદર વોર્ડ નં.૩ની પેટા ચૂંટણીમાં ભાજપના દિલીપભાઇ ઓડેદરા બિનહરીફ

ઉમેદવારી ફોર્મની છેલ્લી તારીખે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યા

પોરબંદર તા.૨૬: નગરપાલિકા વોર્ડ નં.૬ની આગામી ૭મી જુલાઇએ યોજાનાર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિલીપભાઇ કેશુભાઇ ઓડેદરા બિન રહીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે.

પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાદ હરીફ ઉમેદવારો કોંગ્રેસના કેતનભાઇ રાઠોડ તથા અપક્ષ લાભુબેન પાંડાવદરા બન્નેએ ફોર્મ પરત ખેચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયેલ છે.

ઇવીએમમાં ગોટાળાની ઠેર ઠેર ફરિયાદો બાદ હરીફ ઉમેદવારોએ ચૂંટણી લડવાને બદલે ફોર્મ પરત ખેચવાનું યોગ્ય માન્યું હોવાની ચર્ચા ઉઠી છે.

(1:14 pm IST)