સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

સુરેન્દ્રનગરના ખારવા ગામમાં સગીરા ઉપર દુષ્કર્મઃ ગર્ભ રાખી દીધો

વઢવાણ તા. ર૬ : ખારવા ગામમાં સગીરાને અને તેના ભાઇને મારી નાંખવાની ધમકી આપીને ગામના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવી હતી.

વઢવાણ તાલુકાના ખારવા ગામના જીજ્ઞેશ મંદુરીયાએ સગીરા તેમજ તેના ભાઇને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ જીજ્ઞેશ સગીરાની મરજી વિરૂદ્ધ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.આજથી અંદાજે ૧૦ માસ પહેલાથી ૩ માસ સુધી બનેલી આ ઘટનામાં ૬ થી ૭ માસનો ગર્ભ રાખી દીધાનું પણ પોલીસ ચોપડે નોંધાયું હતું. ભોગ બનનારે પોલીસ મથકે જીજ્ઞેશ મંદુરીયા સામે ભાઇ-બહેનને મારી નાંખવાની ધમકી તેમજ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાવી હતી.

(1:13 pm IST)