સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

ધ્રાંગધ્રાના વસાડવામાં મહિલા અત્યાચારના ગુન્હામાં આરોપી મહિલા ઝડપાઇ

વઢવાણ તા ૨૬  :   મહેન્દ્ર બગડીયા, પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરની સુચના આધારે આર.બી. દેવધા, નાયબ પોલીસ અધિક્ષક, ધ્રાંગધ્રા ડિવીઝનનાઓના માર્ગદર્શન હેઠળ, સ્કવોર્ડના એ.એસ.આઇ. બાલજીભાઇ આર. પરમાર તથા આર.ડી. ભરવાડ તથા પો. હેડ કોન્સ. ચેતનપરી તથા મહીલા કોન્સ. અર્ચનાબેન  વિગેરે સ્કવોર્ડના માણસો ધ્રાંગધ્રા તાલુકા  ધ્રુમઠ ચોકડી પાસે પેટ્રોલીંગમા઼ હતા, તે દરમ્યાન હકિકત મળેલ છે, આજથી પાંચ વર્ષ પહેલા ધ્રાંગધ્રા તાલુકાના  વસાડવા ગામે  ફરીયાદી હંસાબેન સંજયભાઇ દેવી પુજક ને આરોપીઓએ શારીરીક, માનસીક ત્રાસ આપી, ગાળો આપેલ જે અંગે ધ્રાંગધ્રા તાલુકામાં  ગુન્હો દાખલ થયો હતો. ગુન્હામાં આરોપી ગંગાબેન હંસરાજભાઇ ટપુભાઇ, અર્જુનભાઇ ધનજીભાઇ રહે. અખીયાણા, તા. પાટડી, વાળા છેલ્લા પાંચ વર્ષથી નાસતા  ફરતા હોય,  જે  આરોપી બહેનને તા. ૨૫/૬/૧૯ ના રોજ ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામના ચાર રસ્તા, હાઇવે ઉપરથી પકડી પાડી, મજકુર આરોપી બહેન વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

(1:10 pm IST)