સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

ખંભાળીયાના ભાતેલમાં ૩ ઇંચ વરસાદ

ખંભાળીયામાં વરસાદી માહોલ સાથે ઝાપટા

ખંભાળીયા તા. ર૬ : શહેરમાં ગઇકાલે ભારે વરસાદના માહોલ વચ્ચે માત્ર ઝાપટાજ પડયા હતા. જયારે ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડતા ખેડુતોએ આનંદની લાગણી છવાઇ હતી.

ખંભાળિયા તાલુકાના વિઝલપર, કેશોદ, ઠાકર શેરડી વિ. ગામોમાં બેથી અઢી ઇંચ વરસાદ પડતા ડેટડેટ પાણી ભરાયા હતા તો વરસાદને કારણે અનેક જગ્યાએ તળાવો તથા ચેકડેમોમાં પણ નવાનીર આવ્યા હતા.

ભાણવડ રોડ પરના ગામોમાં અડઘાથી દોઢ ઇંચ સુધી વ્યાપક વરસાદ પડતા સાંજે સર્વત્ર ઠંડુ વાતાવરણ થઇ ગયું હતું.

ભાતેલ ગામે ગઇ કાલે સાંજે ૧ કલાકમાં ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા અનેક ખેતરો પાણીથી ભરાઇ ગયા હતા તથા મોસમનો પહેલો જ વરસાદ વાવણી લાયક થતા ખેડુતોમાં ખુબજ આનંદની લાગણી ફેલાઇ હતી.

(1:09 pm IST)