સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

બાબરાની ખાનગી શાળા પાસે રમતગમતનું મેદાન નથી : D.E.O ને તપાસ કરવા માંગ

બાબરા તા ૨૬  :  હાલ રાજયમાં શિક્ષણ વિભાગ દ્વારા સુરક્ષા અને સુવિધાને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોટાભાગની શાળાઓમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતી બહાર આવતા શિક્ષણ વિભાગ દ્વારા અનેક શાળાઓની માન્યતા પણ રદ કરવામાં આવી  રહી છે, ત્યારે  બાબરામાં ઉમીયાનગર સ્થિત એક ખાનગી શાળાની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જો કરવામાં આવે તો શાળાની ગેરરીતી બહાર આવી શકે તેમ છે.હાલ આ ખાનગી શાળા પાસે રમતગમતનું મેદાન નથી. આ જેના કારણે શાળાના સંચાલકો દ્વારા નગરપાલીકાનો કોમન પ્લોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, નગરપાલીકા દ્વારા નોટીસ આપવામાં આવી હોવા છતાં પણ શાળાના સંચાલકોને કોઇ ફેર નથી પડયો.

ઉમિયાનગર સ્થિત આ ખાનગી શાળામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઇપણ જાતના દબાણ વગર યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણુ બધુ બહાર આવી શકે તેમ છે.આગામી દિવસોમાં ઉમિયાનગરના સ્થાનિક રહીશોનું એક પ્રતિનીધી મંડળ જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂ મળી રજુઆત કરવાનું પણ જાણવા મળ્યું છે.

(11:39 am IST)