સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

કેશોદમાં વધુ એક ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશઃ બે શખ્સો સામે કાર્યવાહી

જુનાગઢ તા. ર૬: કેશોદના વૃજલીલા એપાર્ટમેન્ટમાં રહેતો કૌશિક કનકરાય ઉપાધ્યાય વર્લ્ડકપ ક્રિકેટ મેચ ઉપર કેશોદનાં ચંદ્રેશ પાઠક પાસે કપાત લઇ ક્રિકેટ મેચનો સટ્ટો ચલાવતો બાતમી મળતા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઇ નારણભાઇએ પાલિકાનાં ટાંકા પાસે રેડ કરી હતી.

જેમાં પોલીસ મોબાઇલ ફોન અને રૂ. ૧૦૬૦ની રોકડ કબ્જે કરી હતી. પરંતુ બંને શખ્સો હાજર નહિં મળી આવતાં પોલીસે બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:39 am IST)