સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

માળીયાનાં ગાંગેચા ગામે પાણી પુરવઠાની ઓરડીમાંથી ૧પ બોટલ વિદેશી દારૂ પકડાયો

એકની ધરપકડ, બીજા શખ્સની શોધખોળ

જુનાગઢ તા. ર૬: માળીયા હાટીના તાલુકાનાં ગાંગેચા ગામનો રણજીત જેશાભાઇ દયાતરે ગામની પાણી પુરવઠાની ઓરડીમાં દારૂ સંતાડયો હોવાની માહિતી મળતા પી.એસ.આઇ. એન. કે. વિંઝુડાએ ગઇરાત્રે દરોડો પાડયો હતો.

 

જેમાં પોલીસે ઓરડીમાંથી રૂ. ૬૦૦૦ની કિંમતનાં વિદેશી દારૂની ૧પ બોટલો કબ્જે કરી હતી. અને રણજીત દયાતરને ઝડપી લીધો હતો.

પોલીસ પુછપરછમાં રણજીતે દારૂનો જથ્થો માતરવાણીયાનાં કાના સુકાભાઇ બાબરીયા પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)