સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

ગોંડલના હડમતાળાની સીમમાં જૂગારના હાટડા પર એલસીબી ત્રાટકીઃ રાજકોટના ૭ સહિત ૯ પકડાયા

રમેશ પટેલ તેની વાડીમાં જૂગાર રમાડતો'તોઃ ૧.ર૬ લાખની રોકડ સહિત ૪.પ૯ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં જૂગાર રમતા પકડાયેલ શખ્સો (નીચે બેઠેલ) સાથે એલસીબીનો કાફલો નજરે પડે છે.

 

રાજકોટ તા. ર૬ :.. ગોંડલના હડમતાળા ગામની સીમમાં વાડીમાં ચાલતા જૂગારના હાટડા પર રૂરલ ક્રાઇમ બ્રાંચે રેઇડ કરી જૂગાર રમતા રાજકોટા ૭ સહિત ૯ શખ્સોને ૪.પ૯ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા એ પ્રોહી. જૂગાર અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે એલસીબી પો. ઇન્સ. એમ. એન. રાણાનાં માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્સ. એચ. એ. જાડેજા તથા સ્ટાફા પો. કોસ. મયુરસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. બ્રીજરાજસિંહ જાડેજાને હકિકત મળેલ કે હડમતાળા ગામની સીમમાં રમેશભાઇ ગાંડુભાઇ વીરડીયા-પટેલ રહે. હડમતાળા તા. ગોંડલ વાળા તેની વાડીમાં બહારથી માણસો બોલાવી રૂપિયા તથા ગંજીપાતાના પાનાવડે તીનપતીનો રોન પોલીસ નામનો જૂગાર રમાડતો હોય દરોડો પાડી જૂગાર રમતા ૯ શખ્સોને રોકડા રૂપિયા ૧,ર૬,૦ર૦ મોબાઇલ ફોન નંગ ૧૦ કિ. રૂ. ૩૩,પ૦૦ વાહન નંગ ૧ કિ. રૂ. ૩,૦૦,૦૦૦ તથા ગંજીપતાના પાના મળી કુલ મુદામાલ કિ. રૂ. ૪,પ૯,પર૦ સાથે ઝડપી લીધા હતાં.

પકડાયેલ શખ્સોમાં વાડી માલીક રમેશ ગાંડુભાઇ વીરડીયા, રહે. હડમતાળા, હારૂન અબ્દુલભાઇ માણસી રહે. રાજકોટ બાબરીયા કોલોની શેરી નં. ૭ મસ્જીદ પાસે મુળ ગામ ભાવાભી ખીજડીયા તા. કાલાવડ, હરપતસિંહ ચંદુભા જાડેજા રહે. રાજકોટ ગાંધીગ્રામ ભારતીનગર શેરી નં. ૮ જી. રાજકોટ મુળ ગામ હડમળીયા, મહમદ અકબર ખુરશીદ અનવર શેખ રહે. રાજકોટ ભગવતપરા નંદનવન સોસાયટી શેરી નં. ૧, બહાદુર નાજભાઇ ખાચર રહે. રાજકોટ ભગવતીપરા શેરી નં. ૪, પારવડી ચોક, ઇબ્રાહીમ આમદભાઇ સોરા રહે. કાલાવડ કુંભનાથ ઇદ મસ્જીદ પાસે, અતુલ કિશોરભાઇ ચુડાસમા રહે. રાજકોટ સાગર સોસાયટી-૧, કોઠારીયા મેઇન રોડ, રંગીલા હનુમાન પાસે, મહમદ જમાલભાઇ ભાવર રહે. રાજકોટ રૂખડીયા શેરી નં. ૭, સેન્ટ્રલ જેલની પાછળ તથ અફજલ મહમદભાઇ ચૌહાણ જાતે ખાટકી ઉ.૩૪ ધંધો વેપાર રહે. રાજકોટ મોચી બજાર કૃષ્ણપરા શેરી નં. ૧ નો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં એલસીબીના પો. હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, પો. હેડ કોન્સ. બ્રીજરાજસિંહ જાડેજા, હેડ કો. અનિલભાઇ ગુજરાતી, પો. કો. દિવ્યેશભાઇ સુવા, ડ્રા. પો. કો. ભીખુભાઇ આહીર તથા પો. કો. મયુરસિંહ જાડેજા રોકાયા હતાં.

(11:38 am IST)