સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

જામનગર મહાનગરપાલિકા દ્વારા જંગી નાણાનો ખર્ચ છતાં અજવાળાને બદલે અંધારા

જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલીકા જંગી નાણાના ખર્ચે જુદા-જુદા વિભાગલો માટે કરે એ કંઇ નવી બાબત જ નથી, લોકોની સુવિધા થાય કે ન થોાય ખર્ચ ચાલુ જ રહે છે, અને એ ખર્ચની સંપુર્ણ વિગતો નાગરિકો સમક્ષ જાહેર ન કરે પરંતુ તેના જ ઓડીટ વિભાગને પણ પુરી વિગત અપાતી નથી. માટે એક પ્રકરણમાં ઓડીટે દોઢ કરોડના ખર્ચની વિસ્તૃત વિગત માંગી છે જો કે વિગતો સમયમર્યાદામાં પુરી પાડવામાં આવી નથી.

ઓડીટમાં રજુ કરાયા મુજબ દરેક વોર્ડના જુદા વિસ્તારોમાં અંદાજે ૮ હજાર મીટર વાયર ગાળા ખેંચવાનું કુલ ૬,પર,૭૦૧નું ખર્ચ, સભ્યઇોની ડીમાન્૯ મુજબ PSC પોલ ઉભા કરવાનું ખર્ચ રૂ. ર,૩૪,૮૬પ, આંગણવાડીઓના વાયરીંગના ખર્ચ રૂ. ૭૪,૭૪૪, નવા ભળેલા વિસ્તારમાં અને વોર્ડ નંબર ૧ર માં રૂ. ૪૧ લાખ જેટલું ખર્ચ, સેન્ટ્રલ લાઇટીંગના રૂ. ૧૬ લાખ, મ્યુ. બીલ્ડીંગમાં ટ્રાન્સ્ફોર્મર ઉભું કરવા રૂ. પોણા ચાર લાખ, LED પ્રોજેકટ માટે સ્ટ્રેન્ધનીંગ વર્કના રૂ. ૧૩,ર૦,૯પ૧૦, સ્ટ્રીટ લાઇટના અને LED રીપ્લેસમેન્ટના રૂ. ૧ર લાખથી વધુ ખર્ચ થયો છે.

પરંતુ લાઇટ શાખાએ દરેક ખર્ચમાં માત્ર એક એક લીટીમાં ખર્ચ બતાવી દીધો પરંતુ કામનું સંપુર્ણ વર્ણન, કામની જરૂરીયાત, કામ કોણે મંજુર કર્યું, ખર્ચની મંજુરી, કામનું સંપુર્ણ વિગત, કામ વાઇઝ બીલ, કામ થયા અંગેનું ઇન્પેકશન જે ફરજીયાત છે, તેનો રિપોર્ટ વગેરે જેવી અનેક વિગત ઓડીટથી છુપાવી હોય વિસ્તૃત વિગત મંગાઇ પરંતુ પુરી પડાઇ નહીં...! તેના અનેક કારણો હોઇ શકે અનેક વિસ્તારોમાં અવિરત અંધારા હોય છે, માટે નાગરિકો વારંવાર ફરિયાદ કરે છે મનપાને ઓનલાઇન કે ટોલ ફ્રી નંબરમાં જે સૌથી વધુ ફરીયાદો મળે છે, તેમાં સ્ટ્રીટલાઇટની પણ ખુબ જ હોય છે, ત્યારે આવા કરોડોના ખર્ચા તો ચાલુ જ હોય છે, છતાંય નગરના માર્ગો ઉપર તો અંજવાળા ને બદલે અંધારા જ વધુ હોય છે, તે સૌ અધિકારીઓ અને પદાધિકારીઓ જુએ જ છે.

(11:53 am IST)