સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

પોરબંદરઃ દરિયા કાંઠે કુદરતી પાળનું રક્ષણ કરવા કિશાન સંઘ દ્વારા રજુઆત

પોરબંદર તા.૨૬: ભારતીય કિશાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને કલેકટર મારફત રજુઆતમાં દરિયાઇ પાળના રક્ષણ માટે પગલા લેવા માગણી કરી છે.

રાજ્યનો ૧૬૦૦ કિ.મી.નો લાંબો સમુદ્રી કિનારો છે અને દર ચોમાસુ મોસમમાં નાના-મોટા વાવાઝોડાનો ભોગ બને છે. ચોમાસામાં સામાન્ય રીતે રક્ષાબંધનના તહેવાર ૧૫ મી ઓગષ્ટ સુધી દરીયો તોફાની રહેતો હોય છે, પરંતુ ગ્લોબલ વોર્મિગ અને જલવાયુ પરિવર્તન, પ્રદુષણના કારણે હવે ભયાનક વાવાઝોડાનો સામનો કરવો જ પડે છે. વિશ્વમાં અનેક દેશોમાં આ કુદરતી હોનારત તારાજી સર્જે છે. જે ભરપાઇ ના થઇ શકે તેવી હોય છે. કુદરત દ્વારા હજારો વર્ષની કુદરતી પ્રક્રિયા બાદ દરિયા પાળ (સી વોલ) આપોઆપ બનેલછે.

તેની જાળવણી અને સુરક્ષા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે અને કાનુન પણ બનાવવામાં આવે, જેથી કરીને દરીયાઇ મોજા માનવ વસ્તીમાં ઘુસી ના આવે જેથી કરીને રાજયની સમુદ્રી પાળ છે તે સલામત રીતે જળવાય તે માટે આ કુદરતી પાળ પર થતી રેતી (ખારી રેતી જે બાંધકામમાં વપરાય છે) તેની ચોરી સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:32 am IST)