સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

ભાણવડ તાલુકાના નાની સિંચાઇ સહિત અણઉકેલ પ્રશ્નો ઉકેલાય નહી તો આંદોલનની ચિમકી

ભાણવડ તા.૨૬ : તાલુકા સરપંચ એશો.ને અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં સરપંચોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવા ટીડીઓને લેખીત રજૂઆત કરી તેઓની માંગણી મુજબની પારદર્શક વહીવટી પ્રક્રિયાઓ લાગુ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી અને રજૂઆતની નકલ કલેકટર, ડીડીઓ, ધારાસભ્ય, સાંસદ, તા.પં. પ્રમુખ, જી.પં.પ્રમુખ તેમજ સચિવ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરને રવાના કરેલ છે.

ભાણવડ તાલુકાના તમામ ગામોના સરપંચોએ કરેલ રજૂઆત મુજબ એટીવીટીમાં ડીપોઝીટ છુટી કરાવવા માંગવામાં આવતી રોયલ્ટી પરમીટ નાબુદ કરવા એટીવીટીના કામમા ટેસ્ટીંગ રીપોર્ટનો ખર્ચ વધુ થવો તેમજ જામનગરના એક થી વધુ ખાવા પડતા ધકકાને કારણે સમયસર કામનો નિકાલ ન થવો, સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ૬૦-૪૦ વાળા કામો તથા નાની સિંચાઇના કામો અન્ય એજન્સીઓને આપવામાં આવે છે જેને લઇ નબળા કામ પ્રશ્નો ઉઠતા હોઇ આવા કામો ગ્રામ પંચાયતને જ આપવામાં આવે, તા.પં.માં સરપંચોના સન્માન જળવાય તે માટે અલગથી બેઠક વ્યવસ્થા ઉભી કરવા, ગ્રામ પંચાયતની હદમાં આવતા સરકારી ખરાબા કે ગૌચરની જમીનમાંથી કે તળાવમાંથી માટી કે રેતી કાઢવાની મંજુરી અંગે વેપલો તેને કારણે જે તે ગામના ખેડૂતોને આ માટી, કાંપ કે રેતીનો લાભ મળતો નથી અથવા તો એક ટ્રેકટર માટે ચુકવવા પડતા હોઇ ગ્રામ પંચાયતના અભિપ્રાય વગર કોઇ બહારનાને આની મંજુરી ના આપવામાં આવે તેમ રજૂઆતમાં જણાવાયું હતુ.

(11:32 am IST)