News of Wednesday, 26th June 2019
ભાવનગરના ફુલસરમાં ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો
ભાવનગર તા.ર૬ : ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના ફુલસર ગામે આજે સવારે એક વૃક્ષ સાથે એક વૃધ્ધે ળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વૃદ્ધએ સફેદ વસ્ત્રો અને ટોપી પહેરેલી છે બાજુમાં બ્લુ કલરની બાઇક પડી છે. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
(11:30 am IST)