સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

નિકાવામાં યોગ દિનની ઉજવણી

નિકાવા : કાલાવડ તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિનની નિકાવા ગામે ઉજવવામાં આવ્યો. જેમાં મામલતદાર તેમજ ટી.પી.ઓ. દ્વારા યોગ ટ્રેનર તરીકે નિવૃત કોચ તેમજ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ વિનર સુલેમાનએ આદમાણીની પસંદગી કરી તો યોગ ટ્રેનર દ્વારા નિકાવા તાલુકા શાળા, નિકાવા કન્યા શાળા ગ્રામ પંચાયત આરોગ્ય વિભાગના ર્મચારી, સ્ટાફ મિત્રો તેમજ ગ્રામજનો ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી. યોગ ટ્રેનર સુલેમાન ભાઈએ પ્રાર્થના, યોગ ક્રિયાઓ ઉભા ઉભાના આસનો, બેઠક ઉપરના આસનો પેટ પરના આસનો, પીઠ પરના આસનો, પ્રાણાયામ, ધ્યાન, સંકલ્પપત્ર તેમજ શાંતિ પાઠ કરાવી યોગ પરના આસનો, પ્રાણાયામ ધ્યાન, સંકલ્પપત્ર તેમજ શાંતિ પાઠ કરાવી યોગના લાભાલાભ બતાવી સવારના ઉગતા સૂરજના પ્રફુલ્લિત વાતાવરણમાં લોકોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ રાજેશભાઈ મારવીયા, રીપોર્ટર ભોજાભાઈએ હાજરી આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યા વસંતબેન લાઠીયા, સી.આર.સી. પાલભાઈ કન્યા શાળાના આચાર્ય વિનોદભાઈ સંચાણીયા તેમજ શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવેલ. યોગ દિનની તસ્વીર.

(11:29 am IST)