સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

કાળાસરમાં અગાઉના મનદુઃખમાં કલ્પેશભાઇ ડાભીને છરી ઝીંકાઇ

રાજકોટ, તા. ર૬ :  જસદણના કાળાસરમાં કુંટુંબીક બહેનને પ્રસાદીની શેસ આપેલ તે બાબતના મનદુઃખમાં યુવાન પર કોળી શખ્સે છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાળાસર ગામમાં રહેતા કલ્પેશભાઇ મનુભાઇ ડાભી ગામમાં મુન્નાભાઇ દુમાદીવાના કારખાના પાસે હતા ત્યારે કલ્પેશે જેશીંગ વાલજીભાઇ વાસાણીની કૌટુંબીક બહેન રીનાને પ્રસાદીની શેસ આપેલ તે બાબતનો ખાર રાખી જેશીંગ આવી છરીના ઘા ઝીંકી ડાબા હાથના ખંભા પર તથા ડાબા પગના સાથળ પર ઇજા કરી નાશી ગયો હતો. આ અંગે કલ્પેશ ડાભીએ જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ આર.પી. કોડીયાતરે તપાસ હાથ ધરી છે.

(11:29 am IST)