સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

ભાવનગરમાં રોડ બનાવવામાં બાધારૂપ મંદિર હટાવાતા હોબાળોઃ કામગીરીનો વિરોધ

અંતે અન્ય સ્થળે મંદિર બનાવવાની ખાત્રી આપતા મામલો થાળે

ભાવનગર તા.ર૬ : ઘોઘારોડ પર સીકસ લેન રોડ બનાવવામાં બાધારૂપ રામાપીરનું મંદિર હટાવવા તંત્ર દ્વારા અનેકવાર પ્રયાસો કરવામાં આવેલ, પરંતુ સ્થાનિક લોકો દ્વારા કામગીરીનો વિરોધ કરી મંદિરમાં આરતી, ધૂન શરૂ કરી દેવાતા અને બહાર નહીં નિકળવાનાં કારણે તંત્ર નકામીયાબ થયેલ આખરે મંદિર અન્ય સ્થળે બનાવવાનું કહેતા મામલો થાળે પડયો હતો.

ત્યારે બપોર બાદ એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલનો સ્ટાફ અધિકારી વિજય પંડિતની આગેવાનીમાં ઘોઘારોડ પહોંચ્યો હતો. અને રામાપીરનું મંદિર હટાવવાની કામગીરી શરૂ કરાતાની સાથે જ સ્થાનિક લોકો એકઠા થયા હતા અને કામગીરીનો વિરોધ કરી મંદિરમાં ઘૂસી ધુન બોલાવતા અને દેકારા કરતા વધુ પોલીસ બોલાવાઇ હતી.

ત્યારબાદ પોલીસે લોકોને મંદિરમાંથી બહાર કાઢી કામગીરી શરૂ કરાવતા એસ્ટેટ વિભાગે રામદેવપીરની મૂર્તિ સન્માન પૂર્વક બહાર કાઢી જેસીબી વડે મંદિરને તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ સમયે વાતાવરણ તંગ બન્યું હતું. પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્તના કારણે કોઇ અઘટીત બનાવ બન્યો નહતો.

(11:28 am IST)