સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th June 2018

ભાવનગર ;જેસરના તાંતણિયા ગામમાં બાળક ચોરની શંકાએ યુવકને ઢીબી નાખ્યો :ઉનાના ધોકડવાનો હોવાનું ખુલ્યું

ભાવનગર જિલ્લાનાં જેસર તાલુકાના તાતણીયા ગામમાં બની હતી. તાતણીયા ગામમાં સ્થાનિક લોકોએ બાળક ચોર હોવાની શંકાએ એક યુવકને ઢોર માર માર્યો હતો. બે યુવકોની હિલચાલ શંકાસ્પદ જણાતા સ્થાનિક લોકોએ તેમને માર મારવાની શરૂઆત કરી હતી. જો કે, યુવાન ઉના તાલુકાનાં ધોકડવા ગામનો હોવાનું ખુલ્યુ હતું. પોલીસે મામલે તપાસ હાથ ધરી છે. સમગ્ર રાજ્યમાં આવી અફવાઓ ફેલાઇ રહી છે અને સ્થાનિક લોકોના ટોળા કોઇ પણ પ્રકારની ખરાઇ કર્યા વગર નિર્દોષ લોકોનો ભોગ લઇ રહ્યાં છે

(11:45 pm IST)